Monday 24 September 2012

મારો દેશ...

મારો દેશ લાખોમાં એક;
  મારો દેશ સૌથી નેક. 

મારો દેશ સોનાની નગરી; 
મારો દેશ રમતોની ડગરી. 
મારો દેશ... 

મારો દેશ પ્રાચીનતાની મૂર્તિ; 
મારો દેશ શહેરોની કીર્તિ. 
મારો દેશ... 

મારા દેશમાં કોયલનો કિલકિલાટ; 
મારા દેશમાં ઝાંઝરનો ઝણકાર. 
મારો દેશ...

 વાઘેલા દયાબેન જી. 
ધોરણ- ૮              

Wednesday 19 September 2012

અમારું પુસ્તકાલય...


ગિજુભાઇ બાળ પુસ્તકાલયમાં પુસ્તક ઇસ્યુ કરતાં બાળકો

Wednesday 12 September 2012

ભગવાનની ટપાલ...


             
           સૂર્ય રોજ આપણને જીવન નામની ટપાલ પહોંચાડે છે. પર્વતો અસંખ્ય નદીઓ દ્વારા માતૃત્વ પહોંચાડે છે અને પુષ્પો સુગંધ પહોંચાડે છે. પાંદડે પાંદડે પરમેશ્વરના હસ્તાક્ષરમાં લખાયેલી ટપાલ માણસને પહોંચતી જ રહે છે. ભગવાનની ટપાલ વાંચવાની ફૂરસદ આપણી પાસે છે ખરી ?
-ગુણવંત શાહ(ભગવાનની ટપાલમાંથી)