Monday 19 August 2013

રૂડો રાખડીનો રંગ, મારા દિલમાં ઉમંગ, આજ રક્ષાબંધન છે....



સામૂહિક રક્ષાબંધન દ્વારા એકતા અને ભાઇ-બહેનના પ્રેમનું અજોડ ઉદાહરણ પૂરુ પાડતી તસવીર


ગામના માનસિક રીતે વિક્લાંગ એવા ભાઇને રાખડી બાંધી પ્રેમભરી સહાનુભૂતિ દર્શાવતી ધોરણ 8ની બાળા સાથે શાળાના આચાર્યશ્રી

શાળાના શિક્ષકશ્રી જિતુભાઇ ચુડાસમાને રાખડી દ્વારા પ્રેમના બંધનમાં બાંધતી ધોરણ 8ની બહેન

સ્વાતંત્ર્ય પર્વ ૨૦૧૩ની ભવ્યાતિભવ્ય ઉજવણી....

સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ શાળામાં બાળકોએ બનાવેલી કલાત્મક રંગોળી
 


સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ગામમાં પ્રભાતફેરી કાઢી ગ્રામજનોને ધ્વજવંદન કરવા માટે શાળાએ આવવા માટે સામૂહિક આમંત્રણ આપી દેશભક્તિનો માહોલ ઉભો કરતાં બાળકો

ધ્વજવંદન કાર્યક્રમ બાદ શાળામાં યોજવામાં આવેલી વક્તૃત્વ સ્પર્ધામાં ''આપણને આઝાદી કેવી રીતે મળી ? '' વિષય પર વક્તવ્ય આપતો ધોરણ 8નો વિદ્યાર્થી વાટવેચા જયેશ.

વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબરે આવેલ વિદ્યાર્થી - ગોંડલિયા પારસને ઇનામ આપી પ્રોત્સાહિત કરતાં ગામના ઉપસરપંચશ્રી ભોજભાઇ


'The Legend of Bhagatsingh' ફિલ્મનું નિદર્શન કરતાં શાળાના બાળકો અને ગ્રામજનો


શાળા અને ગામના સહકારથી તૈયાર કરવામાં આવેલી મિક્સ કઠોળની વાનગીનો લ્હાવો લેતા બાળકો